પાલનપુર સિવિલમાં એક મહિનામાં 107 નવજાત શિશુઓની સારવાર કરી બચાવી લેવામાં આવ્યા

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક માસમાં તાજા જન્મેલા 107 બાળકોને સઘન સારવાર આપી બચાવી લેવાયા હતા. આ બાળકો જનમ્યા પછી ઓછું વજન, ઓક્સિજન સહિતની બિમારીથી પીડાતા હતા.

પાલનપુર હોસ્પિટલમાં ઓગષ્ટ માસમાં તાજા જન્મેલા 107 બાળકોને સઘન સારવાર આપી બચાવી લેવાયા હતા. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનિલ જોષીએ જણાવ્યું કે, બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડીકલ કોલેજના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરી અને બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી.જે ચૌધરીની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જ્યાં બનાસકાંઠા ઉપરાંત રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. જ્યાં નવજાત શિશુ સંભાળ કેન્દ્રમાં ઓગષ્ટ માસમાં જન્મ પછી બિમાર 107 બાળકોને સઘન સારવાર આપી બચાવી લેવાયા હતા.

23 બાળકો એવા હતા કે જેમનો જન્મ 34 અઠવાડીયા પહેલા થયો હતો
ઓગસ્ટ 2021 દરમિયાન કુલ 107 શિશુઓને દાખલ કરવામાં આવ્યા હતા. જે જનરલ હોસ્પિટલ પાલનપુરના ઇતિહાસમાં રેકોર્ડ છે. આ બાળકોમાંથી 68 શિશુઓને રજા આપવામાં આવી છે. જ્યારે 12 બાળકોની અત્યારે સારવાર ચાલી રહી છે. જ્યારે 23 બાળકો એવા હતા કે જેમનો જન્મ 34 અઠવાડીયા પહેલા થયો હતો તથા તેમનું વજન 1.5 કિલોથી ઓછું હતું. 80 ટકા શિશુઓને દાખલ કરતી વખતે ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી.. આ ઉપરાંત 25 બાળકોને એન્ટીબાયોટિક આપવામાં આવી હતી.

બીમાર મહિલાની પ્રસૂતિ કરાવી બાળકનો જન્મ
કાળીબેન ગર્ભાવસ્થાના 28 અઠવાડીયા દરમિયાન દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ બીજી બિમારીથી પણ પીડાઇ રહ્યા હતા. આવી સ્થિતિમાં સફળ પ્રસૂતી કરાવી બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. જન્મ સમયે બાળકનું વજન માત્ર 950 ગ્રામ હતુ. જ્યાં પીડીયાટ્રીકસ વિભાગના ડો. અજીત શ્રીવાસ્તવ અને ટીમે એક માસ અને પાંચ દિવસ સુધી માતા અને બાળકની સઘન સારવાર કરી બંનેને સ્વસ્થ થયા હતા.

Comments (0)
Add Comment