આપણા ભારત દેશ ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિન નિમિતે ભારત ભરમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે શિક્ષક દિન ના દિવસે ઘણી બધી શાળાઓમાં બાળકો શિક્ષક બનીને ભણાવે છે અને તે દિવસે આખી શાળાનું સંચાલન શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓ કરતા હોય છે ત્યારે વાત કરવામાં આવે પાલનપુર તાલુકાના ખેમાણા ગામની તો ખેમાણા ગામે આવેલ શ્રી ડી. જી. દોશી બાલમંદિર તથા શ્રી સી.એસ.એલ.દોશી હાઇસ્કુલ – ખેમાણા ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે .તેઓ શિક્ષક થી આગળ વધીને આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા.ત્યારે 5 સપ્ટેમ્બર ના દિવસને ખેમાણા હાઇસ્કુલ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ દિવસે શાળાનું સમગ્ર સંચાલન બાલમંદિર અને હાઇસ્કુલ ના 40 વિદ્યાર્થીઓ એ કર્યું હતું.