મહેસાણા- સિદ્ધપુર ઠગાઈમાં 18 વર્ષથી ફરાર આરોપી ઝબ્બે

મહેસાણા તેમજ સિધ્ધપુર પોલીસ મથકના ઠગાઇના ગૂનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા પેરોલફર્લોની ટીમે વડગામના છાપીમાંથી ઝડપી લીધો હતો. અા શખ્સ ખેતરોમાં ભાગીયા તરીકે રહી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો.

બનાસકાંઠા પેરોલ ફર્લોની ટીમે મહેસાણા- સિધ્ધપુરમાં ઠગાઇના ગૂનામાં 18 વર્ષની નાસતા – ફરતા આરોપીને ઝડપી લીધો હતો. પીએસઆઇ કે. કે. પાટડીયાએ જણાવ્યુ કે, એ.એસ.આઇ સુમેરસિંહ, ઐયુબખાન સહિતની ટીમ સાથે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતા. દરમિયાન મહેસાણા તેમજ સિધ્ધપુર પોલીસ મથકના ઠગાઇના ગૂનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા આરોપી વડગામ તાલુકાના બાવલચૂડીના આબીદભાઈ અહેમદભાઈ નેદરિયાને ઝડપી લીધો હતો. આ શખ્સ પોતાની ઓળખ છુપાવી અત્યાર સુધી જુદાજુદા સ્થળોએ ખેતરોમાં ભાગીયા તરીકે કામ કરી રહેતો હતો. જેને સિધ્ધપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

Comments (0)
Add Comment