બ્રહ્મભટ સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી માતાના મંદિરના નિર્માણ માટે ભવ્ય મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં માં સરસ્વતી નું મંદિર અને ભ્રહ્મભટ સમાજના પાર્ટીપ્લોટ બનાવવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..
બનાસકાંઠા જિલ્લા ધાનેરા શહેર કિશોરસિંહ પુનમાજી રાવ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું,જે પ્રસંગે ઉતરગુજરાત બ્રહ્મભટ સમાજના પ્રમુખ શ્રી ડાયાભાઇ બારોટ કામરી, વિજયભાઈ બ્રહ્મભટ અમદાવાદ,ડોકટર રાજુભાઇ બ્રહ્મભટ, ઉદેયસિંહજી આસેડા,બાબરસિંગ આસેડા, ભરતભાઇ બારોટ નરોડા, જગદીશભાઈ બ્રહ્મભટ અમદાવાદ, ઘનશ્યામભાઈ બારોટ ઝંગરાલ, સુરેશભાઈ બારોટ મહામંત્રી મૂળખપુર, હરેશભાઈ બારોટ ઉર્ફે જીગાભાઈ તથા સમાજના દાતા શ્રીઓ અને ટ્રસ્ટી શ્રીઓ હાજર રહ્યા હતા.