દિયોદર ખાતે ભારતીય કિશાન સંગઠનના દિયોદર એકમના પ્રમુખ ની કરી અટકાયત, બંધને સમર્થન ના મળ્યું…

દિયોદર ખાતે આજે ભારત બંધ ને લઈ ગઈ કાલે ભારતીય રાષ્ટ્રીય કિશાન સંગઠન દિયોદર એકમના પ્રમુખ એ ખેડૂતને જોડાવવા લઈને સોસિંયલ મિડિયા મા વીડિયો વાયરલ કર્યો હતો. જ્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભાગ રૂપે દિયોદર પોલીસે ગત રાત્રીએ ભારતીય રાષ્ટ્રીય કિશાન સંગઠન દિયોદર એકમના પ્રમુખ ના ઘરે ધામાં નાખ્યા હતા. જ્યાં મોડી રાત્રીએ ભારતીય રાષ્ટ્રીય કિશાન સંગઠન દિયોદર એકમના પ્રમુખ મફતલાલ જી. પટેલને તેમના ફોર્મ હાઉસ કુવાતા ખાતેથી અટકાયત કરી દિયોદર પોલીસ મથકમાં લાવ્યા હતા.. તો સવારે સાડા દશ વાગ્યે જ્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના સામે આવેલા ખેમાણા સર્કલ પાસે ભારત બંધના સમર્થનમાં દિયોદર તાલુકાના ખેડૂતો એકઠા થવાના હતા જ્યાં ખેડૂતોના વિવિધ માંગણીઓ અને વેપારીઓ નું જન સમર્થન સાથે ભારત બંધ રાખવા ખેડૂતો ને અપીલ કરી હતી.. પણ મોડી રાત્રે દિયોદર પોલીસે ભારતીય રાષ્ટ્રીય કિશાન સંગઠન દિયોદર એકમના પ્રમુખ ની પોલીસ અટકાયત કરી હતી..
મહત્ત્વનું છે કે દિયોદર તાલુકા મા 27/8/2021 ના રોજ ભારત બંધ ને લઈ ભારતીય રાષ્ટ્રીય કિશાન સંગઠન દિયોદર એકમના પ્રમુખ અને ખેડૂતો દ્વારા ખેડૂતો ની વિવિધ માંગો, સુજલામ સુફલામ કેનાલ મા પાણી છોડવા, વીજ બિલ મા મીટર ભાડા બંધ, ખેડૂતોના પાકોના પોષણ સમ ભાવ મળે, કુદરતી હોનારત મા ખેડૂત ને પાક નું સંરક્ષન વીમા કવચ પુરું મળે સાથે વિવિધ પ્રશ્નો લઈ સમગ્ર દેશ મા વિવિધ ખેડૂત સંગઠનો આજે ભારત બંધ ને લઈ ખેડૂતો જન સમર્થન મા ભાગ લઈ રહ્યા હતા જ્યાં સરકાર ના દબા વ થી પોલીસ અટકાવ્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કિશાન સંગઠન દિયોદર ના ખેડૂતો ના અવાજ ને બંધ કરવા પ્રયત્ન કર્યો છે જે આવનારા સમયમાં અમો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે..

Comments (0)
Add Comment