- બાઇકને ટક્કર મારતાં પાછળ બેેઠેલો યુવક રોડ ઉપર પટકાયો અને ટાયર ફરી વળ્યું
લાખણી નજીક ટ્રેકટર ચાલકે એક બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પાછળ બેઠેલો યુવક રોડ ઉપર પટકાયો હતો. દરમિયાન ટ્રેકટરનું ટાયર તેના ઉપર ફરી વળતાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.આ મામલે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાખણી તાલુકાના છગનજી ગોળીયા ગામના અરવિંદજી પ્રતાપજી ઠાકોર અને તેમના કાકાનો દિકરો ભાવેશભાઇ ધારસીજી ઠાકોર (ઉ.વ.28) બાઇક ઉપર પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન જસરા રોડ ઉપર ટ્રેકટર નં. જીજે. 24. બી. 1802ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.બનાવના પગલે લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. જેમાં બાઇક પાછળ બેઠેલા ભાવેશભાઇ નીચે પટકાતાં ટ્રેકટરની ટ્રોલીનું ટાયર તેમના ઉપર ફરી વળતાં અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતુ. આ અંગે અરવિંદજી ઠાકોરે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.