આંબલીવાળા મામાદેવ ની મોજ

ભચાઉ મધ્યે આવેલ તા.23-09-18 ના રવિવારે મામાદેવ મિત્રમંડળ દ્વારા મામાધામ મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ…ખાસ તો બે વર્ષ પૂર્વે વૃક્ષો વાવવામાં આવ્યા હતા એ આપ સૌ જોઇ રહ્યા છો કે મામાદેવ ની કૃપા થી ખૂબ જ સુંદર અને ઘટાદાર ઉગી ને આપણા મામાધામ ની શોભા વધારે છે…

ખાસ તો અત્યારે વરસાદ નહી આવવા નું કારણ શું ? વૃક્ષો..કેમ કે વૃક્ષો ઉગાડવા ને બદલે આપણે સૌ વૃક્ષો કાપવામાં લાગ્યા છીએ..કેમ કે એક વૃક્ષ ને ઉછેડવા માં 2-5 વર્ષ નીકડી જતા હોય છે પરંતુ તે વૃક્ષ ને કાપતા માત્ર 2 જ મીનીટ લાગતી હોય છે જેથી આજે મામાધામ મધ્યે વૃક્ષો વાવ્યા છે તેવી જ રીતે આપ સૌ દ્વારા પણ આપણા ઘર કે તેની આસપાસ વૃક્ષો વાવો અને પર્યાવરણ ને શુધ્ધ બનાવીયે અને આવનારા સમય માં વૃક્ષો ની સંખ્યા એટલી વધવા પામવી જોઇ કે વરસાદ ને પણ વરસવા માટે મજબુર થાવુ પડે હો.

Comments (0)
Add Comment