રાજ્યમાં પ્રથમ વખત દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષકો અને સ્પે. એજ્યુકેટરનો સ્કુલ ઓફ એકસલન્સ અંતર્ગત તાલીમવર્ગ યોજાયો

મહેસાણા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી ડૉ. ગૌરાંગભાઈ વ્યાસ સાહેબના પ્રેરક માર્ગદર્શનથી બી.આર.સી. ભવન, કાંસા મુકામે વિસનગર, વડનગર, વિજાપુર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના વિશિષ્ટ શિક્ષકો તથા સ્પે. એજ્યુકેટરનો એક દિવસીય સ્કુલ ઓફ એકસલન્સ અંતર્ગત તાલીમવર્ગ તા.૨૫/૦૯/૨૦૨૧ના રોજ યોજાઈ ગયો. જેમાં જિલ્લા આઇઇડી કો.ઓ. સુરેશસિંહ ડાભી અને વિસનગર તાલુકા બી.આર.સી. કો.ઓ. મહેન્દ્રસિંહ ઝાલાએ સ્કુલ ઓફ એકસલન્સ અંતર્ગત દિવ્યાંગ બાળકોના વિશેષ શિક્ષણની રૂપરેખા રજૂ કરી હતી. તજજ્ઞ વકતા તરીકે લાડોલ સી. આર.સી. કો.ઓ. સંજયભાઈ પટેલ, સૂરજ સી. આર.સી. કો. ઓ. રવિકુમાર પટેલ, મગરોડા સી. આર.સી. કો. ઓ. રમેશભાઈ દેસાઈ તેમજ વાલમ પ્રા. શાળાના ઉ.શિ. હાર્દિકકુમાર પટેલે સ્કુલ ઓફ એક્સલન્સ અને નિપુણ ભારત વિષય પર મર્મસ્પર્શી છણાવટ રજૂ કરી હતી. આઇઇડીએસએસ વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરી અને આઇઇડી વિસનગરના સ્પે. એજ્યુકેટ ભરતભાઈ પરમારે આ સુંદર તાલીમવર્ગનું આયોજન કરવા બદલ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી ડૉ . ગૌરાંગભાઈ વ્યાસ સાહેબને ખુબ ખુબ અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Comments (0)
Add Comment