બી.આર.સી.ભવન ભીલોડા ખાતે તમામ પ્રકારની ક્ષતિ ધરાવતા બાળકો માટે એલીમકો, કાનપુર સંસ્થાના સહયોગથી સાધન-સહાય પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

બી.આર.સી.ભવન ભીલોડા ખાતે તમામ પ્રકારની ક્ષતિ ધરાવતા બાળકો માટે એલીમકો, કાનપુર સંસ્થાના સહયોગથી સાધન-સહાય પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકો હાજર રહે એ માટેનો પ્રચાર પ્રસાર કરી લાભ મેળવે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો, આ એસેસમેન્ટ કેમ્પમાં 250 જેટલા દિવ્યાંગ બાળકોને લાભ આપી ટૂંક સમયમાં જરૂરી સહાય પુરી પાડવામાં આવશે. આ સાથે અરવલ્લી ભિલોડા તાલુકાના સફળ દેવાંગભાઈ ચૌધરી દ્વારા શાળાએ જતા તમામ દિવ્યાંગ બાળકોને માસ્ક વિતરણ કરી આ કપરા સમયમાં કોરોનાની જનજાગૃતિ કરવામાં આવી, આ સાથે ભિલોડા તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટરો, જિલ્લા આઈ.ઇ.ડી.કો. ઓર્ડીનેટર અમિતભાઈ કવિ અને સમગ્ર શિક્ષાના અરવલ્લી જિલ્લા પ્રૉજેક્ટ કો.ઓ. શ્રીમતી સ્મિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બી.આર.સી.કો.ઓ. ભિલોડા પંકજભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું.

Comments (0)
Add Comment