ચીનના ઝેજિયાંગમાં MBBS કરતાં, જિલ્લાના 32 વિદ્યાર્થીઓએ હવે ચીન જવાની પરવાનગી માંગી

ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીના પગલે ચીનથી પરત આવેલા બનાસકાંઠાના MBBSના 32 છાત્રો હવે ઓનલાઈન ભણીને કંટાળ્યા છે. ચીનના જેજિયાંગ યુનિવર્સિટીના મેડિકલના 32 છાત્રો પ્રેક્ટિકલ માટે હવે ચીન પાછા જવા માંગે છે. વાલીઓએ સાંસદ પરબતભાઇને પત્ર લખતા સાંસદે વિદેશ મંત્રાલયને પત્ર લખી બાળકોને ચાઇના મોકલવાની વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે.

બનાસકાંઠા સાંસદ કરાયેલી રજૂઆતમાં વાલીઓએ જણાવ્યું હતું કે ‘જિલ્લાના 32 બાળકોને MBBSના ઉચ્ચ અભ્યાસ અર્થે ચીન દેશની Zhejiang Chinese Medical University, Hangzhou ખાતે 2018માં M.C.Iની ગાઇડ લાઇન આધીન મોકલ્યા હતા.દરમ્યાન ચીનમાં કોરોનાના કેસો આવતાં ફેબ્યુઆરી 2020માં પરત આવ્યા હતા. ત્યારથી આજ સુધી ઓનલાઇન અભ્યાસક્રમ કાર્યરત છે. પરંતુ MBBSના ઉચ્ચ શિક્ષણ અર્થે અતિ જરૂરી પ્રેક્ટીકલ જ્ઞાનના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર ગંભીર અસરો પડી રહી છે.

ચીન સિવાયના અન્ય દેશોમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ પુનઃ ઓફલાઇન અભ્યાસક્રમ હેતુ સબંધિત દેશોમાં પરત ગયા છે. આ બાળકો પુનઃઓફલાઇન ભણી બાકી રહેતા સમયગાળાનો પૂર્ણ અભ્યાસ કરે તે સારૂ સરકારના માધ્યમથી ચીન દુતાવાસ સબંધીત યુનિવર્સીટી દ્વારા છાત્રોને પુનઃ અભ્યાસ અર્થે ભારત સરકાર ચીન સરકારની આરોગ્ય સબંધી ગાઇડલાઇન મુજબ જરૂરી આરોગ્ય ચકાસણી કરી સત્વરે બોલાવવા બાબતે ભલામણ કરવા માંગ કરી છે.”

Comments (0)
Add Comment