પાલનપુરના ભાવિસણા ગામમાં જાતીય પશુ આરોગ્ય સારવાર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો….

બનાસકાંઠા જિલ્લાના પશુપાલન ખાતાના ધનિષ્ઠ પશુ સુધારણા યોજના પાલનપુર ઘટક તેમજ પાલનપુર તાલુકાના ઉપકૅન્દ્ર ભાવિસણા ખાતે જાતીય પશુ આરોગ્ય સારવાર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ના નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. સરગરા સાહેબ તેમજ ડૉ.શંકરભાઈ આંટિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી વંધ્યત્વ ની બીમારી થી પીડાતા પશુઓને નિદાન કરી વિના મૂલ્યે સારવાર આપવામાં આવી હતી.આ કેમ્પ માં નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. સરગરા સાહેબે પશુપાલકો ને સરળતાથી સમજાય એ રીતે સરળ ભાષામાં પશુઓમાં થતાં રોગો તથા તેના ઘરઘથ્થુ ઉપાય , રસીકરણ, કૃત્રિમ બીજદાન,ઘાસચારા યોજના , સરકારશ્રી ની વિવિધ સહાયકારી યોજનાઓ , ટેગિંગ જેવા વિવિધ મુદ્દાઓની માહિતી પૂરી પાડી હતી. તેમજ આ ફ્રી નિદાન કેમ્પ માં સારી એવી સંખ્યા માં પશુઓ ને સારવાર ,કૃત્રિમ બીજદાન તથા કૃમિ નાશક દવાઓ પણ આપવામાં આવી હતી .તેમજ કેમ્પ નું સફળ આયોજન ભાવિસણા ઘટક ના ડૉ. રમણભાઈ પ્રજાપતિ તથા તેમના સાથી સહ કર્મી મિત્રો ડૉ. ડામોર ભાઈ અને ડૉ. નવીનભાઈ પણ ઉપસ્થિત રહી કેમ્પ માં ફરજ બજાવી હતી.તેમજ સમગ્ર સફળ કેમ્પ ના આયોજનમાં ગામ ના સરપંચ તથા ગામલોકો એ પણ સારી એવો સાથસહકાર આપ્યો હતો.

Comments (0)
Add Comment