2 પુત્રો સાથે મહેસાણાથી આવેલા નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી

  • તારા દિકરાને કે સમાધાન કરે કહીં મારમાર્યો હતો
  • પાલનપુર પોલીસ મથકે 6 માસ બાદ ફરિયાદ

પાલનપુરમાં મહેસાણાથી બે પુત્રો સાથે આવેલા નાનાભાઇએ 82 વર્ષિય મોટાભાઇને ગડદાપાટુનો મારામારી ઇજાઓ પહોચાડી હતી. મોટાભાઇના પુત્ર સાથે સમાધાન કરવાનું કહી કરાયેલા આ હૂમલા અંગે મોટાભાઇએ ત્રણેય સામે 6 માસ પછી પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર દિલ્હીગેટ રામદેવપીરના મંદિર પાસે રહેતા ચેતનલાલ ત્રિકમલાલ ચૌહાણ (ઉ.વ. 82) છ માસ અગાઉ પાલનપુર માનસરોવર જુની જૈન ભોજનશાળા નજીક ચાલતા જતા હતા. ત્યારે ગાડીમાં મહેસાણાથી આવેલા તેમના નાનાભાઇ શીવરાજભાઇ ત્રિકમલાલ ચૌહાણ તેમનો દિકરો દિપેન શીવરાજભાઇ ચૌહાણ અને કૃણાલ શીવરાજભાઇ ચૌહાણે તારા દિકરાને કહી દે મારી સાથે સમાધાન કરે તેમ કહી અપશબ્દો બોલ્યા હતા.

તેમને એમ બોલવાની ના પાડતાં ત્રણેય જણાં ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ મકાન ખાલી કરીને જતો રહેજે. એ મકાન મારૂ છે. નહિતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ચેતનલાલ ચૌહાણ વયોવૃધ્ધ અને બિમાર રહેતાં હોઇ આ અંગે છ માસ બાદ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments (0)
Add Comment