વાવ ધારાસભ્યએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકના વિવાદ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિના નિમણૂંક વિવાદ મામલે વાવ કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સાચા-ખોટાનું અર્થઘટન કરી ખેડૂત અને વિદ્યાર્થીઓને ન્યાયની માંગ કરી છે.વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે આર.એમ.ચૌહાણની નિમણૂંક વિવાદમાં છે. કુલપતિ તરીકેનો હોદ્દોએ સીધો સીધો રાજ્યપાલ સાથે છે એવું જાણવા મળ્યું છે. કુલપતિએ ગુજરાત બીજ નિગમનું ખોટું પ્રમાણપત્ર રજુ કરી હોદ્દો મેળવવાની વાત અમારા ધ્યાનમાં આવી છે. બીજા પણ કુલપતિ પર ગંભીર આક્ષેપો છે.

કુલપતિ જેવા હોદ્દા માટે જો ગેરરીતિ થતી હોય તો સમગ્ર રાજ્યના ખેડૂતો અને કૃષિ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓનો સવાલ છે. હાલ કુલપતિ તેમના હોદાને લઇ વિવાદમાં છે. ત્યારે સમગ્ર વિવાદની તપાસ કરાવી અને તપાસમાં જે સાચું-ખોટું નીકળે તેનું અર્થઘટન કરી અને તેમની સામે પગલાં લઇને ખેડૂતો અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગણી કરી છે.

2021ની વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિઓ મામલે કુલપતિનું નામ ચર્ચામાં
દાંતીવાડા કૃષિ યુનિ.ના હાલના કુલપતિ રવિન્દ્રસિંહ ચૌહાણ નોકરી મેળવવાથી લઈ કુલપતિ બન્યા તોય અનેક વિવાદોમાં ઘેરાયા છે.નોકરી મેળવવા બીજ નિગમનું બનાવટી પ્રમાણપત્ર, તુવેર સંશોધન ફેલ ગયા બાદ તપાસ ચાર્જશીટ પણ તેઓ દોષિત, 2013/2014ની ભરતી કૌભાંડમાં પણ રવિન્દ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ થયેલી ગેરરીતિઓ મામલે તપાસ બાદ જે અધિકારીએ ચાર્જશીટ રજૂ કરી છે તેમાં દોષિત ગણેેલ છે.અને હવે જ્યારે આ રવિન્દ્રસિંહ ચૌહાણ કુલપતિ બન્યા છે, ત્યારે હાલમાં તાજેતરમાં યોજાયેલ 2021ની વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિઓ મામલે તેમનું નામ ચર્ચામાં છે.

Comments (0)
Add Comment