નેકારીયા પાસે Hit & Run, યુવકનું સ્થળ પર જ મોત

નેકારીયા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક અજાણ્યા ઇકો કારના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત

 નેકારીયા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક અજાણ્યા ઇકો કારના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર યુવક નું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. અકસ્માત બાદ ઇકો કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.

કાંકરેજ તાલુકાના નેકારીયા ગામ પાસે આવેલ નર્મદા કેનાલ ના પુલ પર મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. જેમાં દેલવાડા ગામના 22 વર્ષીય શ્રવણજી ઠાકોર અન્ય એક વ્યક્તિ સાથે બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલ અજાણ્યા ઈકો કારના ચાલકે બાઈક ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર શ્રવણજી ઠાકોર રોડ પર પટકાતા અને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઇક સવાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
https://d3043928df6ef0146eaf38a87240d6f7.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html
આ બનાવને પગલે આજુબાજુના લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. અકસ્માત બાદ અજાણ્યા ઇકો કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો બનાવને પગલે થરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા ગાડી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments (0)
Add Comment