થરાદ માં રાષ્ટ્રીય રાજપુત કરનીસેના ના આગેવાનો એ ફોરેસ્ટ અધિકારી ઓ બેદરકારી દાખવતા તેમના વિરુદ્ધ આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત નાયબ કલેકટર શ્રી ને કરાઈ

થરાદ ના જમડાં ગામ ની સિમ માં રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ થતા સ્થાનિકો એ ફોરેસ્ટ વિભાગ ઉંચ અધિકારી નો નંબર મળતા જાણ કરવાની ખુબ કોસીસ કરી પણ ફોન રિસીવ ના કરતા આખરે ગામના અને રાષ્ટ્રીય રાજપુત કરનીસેના મહામંત્રી ભરતસિંહ ને જાણ કરતા જેઓ ઘટના સ્થળે પહોંચી ફોર્સ ખાતા ના એક નંબર પર ચાર થી પાચ કોલ કરવા કરતા છતાં ફોન રિસિવ ના કરતા ખાનગી સાધન મારફતે થરાદ લાવી રાષ્ટ્રીય પક્ષી મોર નો ઈલાજ કરવા જલારામ ગૌશાળા ખાતે મોર ને મુકવામાં આવ્યો હતો જે બાબતે ફોરેસ્ટ વિભાગ ના બેજવાબદાર અધિકારીઓ વિરુદ્ધ આજે આવેદનપત્ર આપી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી રાષ્ટ્રીય પક્ષી ને પણ બચાવવા આ અધિકારીઓ ન દોડી શકતા હોય તો અન્ય તેમની કામગીરી કેવી હશે એ પણ એક સવાલ બન્યો છે હાલ જિલ્લા ની તમામ ફોરેસ્ટ ઓફિસ માત્ર શોભા ના ગાંઠિયા સમાન છે જે વન્ય રક્ષણ ના કાયદા ને ઘોળી ને પી જતા હોય એવી સ્થિતિ છે ત્યારે સરકારે આવા બેજવાબદાર અધિકારી ઓ સામે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કારણ કે રાષ્ટ્રીય પક્ષી ને બચાવવા માટે આ અધિકારીઓ પોતાની ચેમ્બર ન છોડી શકતા હોય તો લીલા વૃક્ષો નું નીકળતું નિકંદન ક્યાંથી રોકતા હશે તયારે તયારે આજે બનાસકાંઠા અધ્યક્ષ અજયસિંહ તેમજ એમની પુરી ટીમના ના નેજા હેઠળ થરાદ ખાતે દસુભા, હઠેસિંહ રમેશસિંહ રાજેશસિંહ ભરતસિંહ સહિત ની પુરી ટીમ હાજર રહી હતી…..

Comments (0)
Add Comment