રિપોર્ટર ચિરાગ ભાઈ સોની બૌદ્ધિક ભારત થરાદ
.થરાદ તાલુકાના કોઠીગામ મુકામે સાર્વજનિક સ્મશાનભૂમિ માં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના 2000 છોડવાઓ રોપવામાં આવ્યો આસોપાલવ ગુલમહોર તથા લીમડા તથા સરગવો તથા આમળાના તથા નારિયેળ ના પીપળાના વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સાહેબ દ્વારા પ્રથમ એક વૃક્ષ વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી એક વૃક્ષ માં કે નામ સિમ્બોલ દોરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં થરાદ તાલુકાના નાયબ કલેકટર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી કાજલબેન આંબલીયા તથા ફોરેસ્ટ આર.એફ.ઓ સેજલબેન ચૌધરી તથા ગામના વડીલ દલાભાઈ પટેલ તથા પુર્વ સરપંચ શ્રી રવજીભાઈ પટેલ તથા સહકારી મંડળી ના મંત્રી વનાભાઈ પટેલ તથા ગામના સરપંચ જે.ડી.આશલ તથા શાળા ના આચાર્ય શ્રી તથા ગામના યુવાનો તથા વડીલો આંગણવાડી બહેનો હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.