સનાતન પરિવાર દ્વારા માલપુર ના સુપ્રસિદ્ધ રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે દૂધાભિષેક કરવા માં આવ્યો..

રિપોર્ટર વનરાજસિંહ ખાંટ બૌદ્ધિક ભારત માલપુર

ભગવાન શિવજીને પ્રિય એવા શ્રાવણ માસની શુભ શરૂઆત સોમવારના પવિત્ર દિવસે થી થઈ રહી છે ત્યારે માલપુર તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ એવા રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે સનાતન વર્લ્ડ પરિવારના કાર્યકરો દ્વારા શિવલિંગ પર દૂધાભિષેક કરી રક્ષેશ્વર મહાદેવ ની બ્રહ્મ બંધુઓ ની ઉપસ્થિતી માં પૂજા અર્ચના કરવામાં આવી..જે પ્રસંગે પ્રમોદભાઈ ગોર, રમેશભાઇ ત્રિવેદી, સનાતન પરિવાર અધ્યક્ષ હર્ષુ પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય રાજન પ્રણામી, કશ્યપ પટેલ, જગદીશ પાંડોર, કલ્પેશ ભટ્ટજી તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહી સૌ શિવમય બન્યા હતા… સૌ શિવભક્તો દ્વારા રક્ષેશ્વર મહાદેવ સૌનાં જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ઉમેરો કરે અને સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરવા માં આવી હતી

Comments (0)
Add Comment