રિપોર્ટર કિરીટ કુમાર બૌધિક ભારત હિંમતનગર
હિંમતનગર જાયન્ટસ મેટ્રો સહિયર ગ્રુપ દ્વારા 9. થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન પ્રોજેક્ટ ગોઠવવામાં આવ્યો આજના યુગમાં વધતા જતા ગર્ભાશયના મુખના કેન્સર ની ધ્યાનમાં રાખીને 9 થી 14 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર ની ભયાનક બીમારીથી બચાવી શકાય તે માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન પ્રોજેક્ટ પ્રોજેક્ટ હિંમતનગર મેટ્રો સહિયર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો આ પ્રોજેક્ટના પ્રચાર ના કારણે 100 થી પણ વધુ છોકરીઓએ વેક્સિનેશનના પ્રોજેક્ટમાં ભાગ લીધો અને વેક્સિન લીધી તેમજ જાયન્ટ્સ હિંમતનગર મેટ્રો સૈયર ગ્રુપ દ્વારા 10 જેટલી ગરીબ દીકરીઓને ગ્રુપ દ્વારા વેક્સિન અપાવવામાં આવી આ વેક્સિન ડોઝ ની કિંમત ₹2500 હોય છે પરંતુ પ્રમુખશ્રી દર્શનાબેન અને મંત્રીશ્રી ફાલ્ગુનીબેન ના પ્રયત્નો દ્વારા હું લાઈફ હોસ્પિટલ ના ડોક્ટર દિવ્યેશ પટેલ નો સંપર્કસાધીને વેક્સિન નો ડોઝ રૂપિયા ૧૫૦૦માં આપવામાં આવ્યો તેમજ દરેક મહિલાનું ફ્રીમાં સોનોગ્રાફી અને નિદાન કરી આપવામાં આવ્યું. આમ સર્વાઇકલ કેન્સર રોકવા માટેના પ્રયાસમાં સારી એવી સફળતા ગ્રુપને મળી