રિપોર્ટર દિપક તિવારી પાવાગઢ પંચમહાલ
ગુજરાત રાજ્યના ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય આજે રવિવારે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ધામમાં પધાર્યા હતા. જેમાં ડીજીપી વિકાસ સહાયે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આર્શીવાદ મેળવી માતાજીની પૂજા અર્ચના કરી હતી અને માતાજીના મંદિરે ધજા પણ કરી હતી જેમાં આજે રવિવારે પાવાગઢ ખાતે પોતાના પરિવાર સાથે પધારેલા ગુજરાત રાજ્યના પોલીસવાળા ડીજીપી વિકાસ સહાયની સાથે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા એમાં યાત્રાધામ પાવાગઢ ખાતે તેઓના આગમનના પગલે પાવાગઢની તળેટી ચાંપાનેર થી લઇ છેક પાવાગઢ ડુંગર ખાતે મહાકાળી માતાજીના મંદિરના પરિસર સુધી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેમાં સૌ પ્રથમ તેઓએ મહાકાળી માતાજીના મંદિરમાં પહોંચ્યા હતા જ્યાં માતાજીના મંદિરના પૂજારીઓ દ્વારા ભારે ધાર્મિક વાતાવરણમાં તેઓને પૂજા કરવામાં આવતા તેઓએ પોતાના પરિવાર સહિત મહાકાળી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી ધન્ય બન્યા હતા જે બાદ ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ડીજીપી વિકાસ સહાય સહિત તેઓના પરિવારજનોએ મહાકાળી માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. જેમાં ડીજીપી વિકાસ સહાય છેલ્લા બે દિવસથી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણની મુલાકાતે હતા અને અભ્યારણમાં બે દિવસ સુધી તેઓ રોકાયા બાદ આજે ગોધરા જવા માટે નીકળ્યા હતા તે દરમ્યાન રસ્તામાં પાવાગઢ ધામ આવતા તેઓ માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. જેમાં માતાજીના મંદિરે દર્શન કરી ધજા ચડાવ્યા બાદ તેઓ પરત ગોધરા તરફ પોતાના કાફલા સાથે જવા રવાના થયા હતા જેમાં તેઓના પાવાગઢ ખાતે આગમનના પગલે સમગ્ર પાવાગઢ સહિત હાલોલ પંથકમાં અને તેઓના રૂટ ઠેર ઠેર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તાલુકાના પણ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ખડેપગે હાજર રહ્યા હતા