લોન નહીં ચૂકવવા બદલ ડીસા કોર્ટ દ્વારા પાલિકાના એક અપક્ષ મહિલા સભ્યના મકાનને સીલ કરી દેવામાં આવ્યું

  • સરદાર કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાંથી 11 વર્ષ અગાઉ લીધેલ રૂ.8.80 લોન અંગે વારંવાર નોટિસ આપતી હતી
  • ડીસાની કૃષ્ણકુંજ સોસાયટીના રહેણાંક મકાનને સીલ મારતાં બેલીફને ધમકી આપતા ફરિયાદ

મિલકત જપ્તી માટે કાર્યવાહી કરતા હડકંપ મચ્યો છે. કોર્ટ કાર્યવાહી દરમિયાન મકાન માલિકો દ્વારા બેલીફને ધમકી આપતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ડીસામાં વર્ષો અગાઉ કાર્યરત ધી સરદાર કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.નું કેટલાંક લોકોએ ધિરાણ મેળવી લેણાંની રકમ નહીં ભરતાં સહકારી ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું થયું હતું.જેમાં ડીસા પાલિકાના અપક્ષ મહિલા સદસ્યના પરીવાર દ્વારા પણ સરદાર સોસાયટીમાંથી લીધેલ લોન અંગે વારંવાર નોટિસ આપી હોવા છતાં બાકી રકમ ભરાતી ન હતી.

આથી ડીસાના બીજા એડીશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં સ્પેશિયલ દરખાસ્ત નં.32/2011 મુજબ તપાસ ચાલી રહી હતી. 11 વર્ષથી નોટીસ દ્વારા જાણ કરવા છતાં બાકીની રકમ રૂ.8.80 લાખ રૂપિયા ન ભરતાં અંગે નોટીસ આપવા છતાં પૈસા ન ભરતાં ડીસા કોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરી છે. ડીસાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજના આદેશથી બેલિફ પી.એસ.વોરા, રાજેશકુમાર પટેલ (ફડચા અધિકારી) તેમજ જયેશભાઇ પરમાર પોલીસ સ્ટાફ સાથે ગુરૂવારે ડીસાની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતાં શ્રવણકુમાર મથુરદાસ કેલા (મહેશ્વરી)ના મકાનને મિલકત જપ્તી માટે કાર્યવાહી કરી મિલકતને સીલ કરાતાં ચકચાર મચી છે.

ડીસા કોર્ટના બેલીફ સહિતને ધમકી આપી
ડીસા કોર્ટના બેલીફ પી.એસ.વોરા સહિતના અધિકારીઓ ગુરૂવારે મિલકત જપ્તી વોરંટ માટે ગયા હતાં. જે દરમિયાન ડીસા નગરપાલિકા અપક્ષ સદસ્ય મધુબેન શ્રવણકુમાર કેલા,ધવલ શ્રવણકુમાર કેલા, અને શ્રવણકુમાર મથુરદાસ કેલા (ત્રણેય રહે. કૃષ્ણકુંજ સોસાયટી, ડીસા)એ મિલકત જપ્તી દરમિયાન બેલીફ સહિતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આથી બેલીફ પી.એસ.વોરાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ત્રણેય સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments (0)
Add Comment