ભુતવડ પ્રા .શાળા વજેલાવ ખાતે બાળ મેળો યોજાયો.

રિપોર્ટર કિશન મોહનિયા બૌદ્ધિક ભારત દાહોદ

ગરબાડા તાલુકાની વજેલાવ ગામની ભૂતવડ પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક કક્ષાનો ધોરણ 1 થી 5 નો બાળમેળો યોજવામાં આવ્યો જેમાં બાળવાર્તા, માટીકામ, છાપકામ ,કાતરકામ, ચીટકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી કાગળ કામ, બાળ રમતો ,એક મિનિટ પઝલ્સ ,હાસ્ય દરબાર, ગીત સંગીત, અભિનય, ગણિત ગમ્મત ,વેસ્ટ માંથી બેસ્ટ, વેશભૂષા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી શાળાના નવા બનેલ આચાર્ય જગદીશ કુમાર ડામોર ની દેખરેખ હેઠળ અને જૂના આચાર્યશ્રી કિરણસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો વર્ષા પટેલ, નીતા દરજી, દીપક દરજી ના સહયોગથી બાળ મેળો યોજવામાં આવ્યો હતો

Comments (0)
Add Comment