સાંસદ ગેનીબેન ઠાકોરની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ થી મુકાલાત

બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ” હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટ ને ચાલુ કરવાની માંગણી

રિપોર્ટર કીર્તિભાઇ નાઈ બૌદ્ધિક ભારત લાખણી

બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર “સાંસદ ભવન”માં દેશના ગૃહ મંત્રી માનનીય અમિત શાહ મળીને ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા “બનાસકાંઠા,કચ્છ અને પાટણ” આ ત્રણ જિલ્લાના બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફત બી.એ.ડી.પી. ની “બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ” હેઠળ ગ્રાન્ટ આપવામાં આવતી તે 2020 થી બંધ કરવામાં આવેલ છે, તો ગ્રાન્ટ આ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ “બોર્ડર એરિયામાં” સમાવેશ થાય તે માટે રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી.

Comments (0)
Add Comment