યાત્રાધામ અંબાજીમા લુખ્ખા તત્વો થયા બેફામ, ભર બજારે અંબાજી ની એક મેડિકલ સ્ટોર્સ પર કરી પથ્થરબાજી, અજ્ઞાત માણસોએ તોફાન મચાવી ફરાર

રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા

યાત્રાધામ અંબાજી મા થોડા દિવસો થી અનેકો ગુનાહિત ધટનાઓ જોવા મળી રહી છે. અંબાજીમા અગાઉ ઘરમા ચોરીની ઘટનાઓ સહિત બાઈક ચોરીઓ અને હાઇવે માર્ગ પર પસાર થતા લોકો જોડે થી મોબાઈલ છીનવી ભાગવા જેવી અનેકો ધટનાઓ ઘટિત થઈ રહી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર અજ્ઞાત માણસો ધટના ને અંજામ આપી ફરાર થઈ જતાં હોય છે. હાલમા યાત્રાધામ અંબાજીમા અપરાધીક પ્રવૃત્તિ કરનાર તત્વોમા પોલીસનો કોઈપણ ખોફ રહ્યો નથી,એવું હાલમાં બનેલા બનાવો થી લાગી રહ્યું છે.જેનું પરિણામ અંબાજીની જનતા ભોગવી રહી છે.

આજે મોડી સાંજે અંબાજીમા ખુબજ દુઃખદ ઘટના બની હતી.વાત કરવામા આવે તો યાત્રાધામ અંબાજીના બજારમા આવેલી મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સમા આજે સાંજે ભર બજારે અમુક અજ્ઞાત તત્વોએ હુમલો કર્યો હતો. આજે મોડી સાંજે થયેલો આ હમલા નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પ્રકારના ભર બજારે હમલા ને લઈને સમગ્ર અંબાજીમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.

અંબાજી પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે…. મહાલક્ષ્મી મેડિકલ બહાર એક વ્યક્તિ ને હેરાન કરતા અમુક માણસો ને મેડિકલ સ્ટોર વાલા એ ના પાડતા આ અજ્ઞાત વ્યક્તિઓ એ મેડિકલ સ્ટોર પર હુમલો કરવા નું શરુ કર્યો હતો. અંબાજી પોલીસ ના જણાવ્યા મુજબ ત્યાં શાકભાજી ની લારી ઊભી હતી અને ત્યાંથી બટાકાઓ લઈને છુટ્ટા મેડિકલ સ્ટોર પર મારવામાં આવ્યા હતા. અને ત્યાં મેડિકલ સ્ટોર પર કામ કરતા માણસો ઉપર પણ માર્યા હતા. આ સમગ્ર મામલે અંબાજી પોલીસ મથકે મેડિકલ સ્ટોર તરફથી અરજી આપવામાં આવી છે. ત્યારે અંબાજી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ માણસો જે હુમલો કરનાર છે તે અંબાજી પાસે ના જરીવાવ ગામ ના હોવાનું જાણવા મળ્યું છે. અને અમે તેને પકડવા માટે આગળ ની કાર્યવાહી કરી રહ્યા છીએ.

Comments (0)
Add Comment