દાંતીવાડા ના જેગોલ સેજા ના ધાનેરી ગામે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

તારીખ 23-09-2021 ના રોજ દાંતીવાડા તાલિકા માં જેગોલ સેજા ના ધાનેરી ગામે સી.ડી.પી.ઓ શ્રી શાંતાબેન એચ દેસાઈ ,ગીતાબેન પી બારોટ મુખ્ય સેવિકા જેગોલ,ગણપતભાઈ પરમાર પોષણ અભિયાન બ્લોક કો’ઓર્ડીનેટર ની ઉપસ્થિતિમાં પોષણ કીટ વિતરણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વ.જયંતીલાલ અંબાલાલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન વિણાબેન જે ઠાકર અને મંથન ફાઉન્ડેશન ના ચેરમેન શ્રી કિરણભાઈ અને નીલમ ઠાકર દાતા તરફથી પોષણ કિટ આપવા માં આવી હતી

અને અન્ય દાતાશ્રીઓ નવિનભારથી,જેસુગભાઈ બઢીયા તરફથી પોષણ માસ અંતર્ગત અતિ કુપોષિત બાળકોને,સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કિટમાં મગ,ચણા,ગોળ,કેળા પોષણયુક્ત આહાર મળી રહે તેવી કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવેલ.

તેમજ આવેલ લાભાર્થી ઓને પોષણ અને પોષ્ટિક આહાર તેમજ આંગણવાડી માંથી મળતા ટી એચ આર ના પેકેટ ના ઉપયોગ વિશે મહત્વની સમજણ આપી પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી

Comments (0)
Add Comment