વડગામ તાલુકાના સકલાણા ગામમાં પિતાના અવસાન બાદ પુત્રોએ ચક્ષુદાન કર્યું, પિતાએ મૃત્યુ પછી ચક્ષુદાન કરવાનો સંકલ્પ કર્યો હતો…

રિપોર્ટર – બાવા દિનેશ ભારથી બૌદ્ધિક ભારત વડગામ

વડગામ તાલુકાના સકલાણા ગામના વતની ડાહ્યાભાઈ ચૌહાણ જેઓની અંતિમ ઈચ્છા હતી કે મારા મૃત્યુ પછી મારી આંખો વડગામ સીએચસીમાં ચક્ષુદાન કરજો ત્યારે તારીખ ૨૫/૦૭/૨૦૨૪ ના રોજ ડાહ્યાભાઈ નું અવસાન થતાં જ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિના મહામંત્રી તથા તેમના નાનાભાઈ જયંતીભાઈ ચૌહાણ આ બન્ને પુત્રો એ પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા ચક્ષુદાન કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો હાલમાં સમયમાં જીવતા લોકો અન્ય વ્યક્તિઓને મદદ નથી કરી શકતા પરંતુ ડાહ્યાભાઈ એ મૃત્યુ બાદ પણ અન્ય લોકોને મદદરૂપ થવાનો સંકલ્પ કર્યો હતો જેથી પુત્રોએ પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી

Comments (0)
Add Comment