સવારના ૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૮ વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ

(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે, જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિધાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિધાર્થી/ વિધાર્થીનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યથમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ વિધાર્થી/ વિધાર્થીનીઓના હિતમાં શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે-૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૨૦-૦૦ વાગ્યા પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ પ્રતિબંધ તા. ૦૫/૧૧/૨૦૧૯ સુધી અમલમાં રહેશે.

Comments (0)
Add Comment