હિમતનગર જાયન્ટસ મેટ્રો સહિયર ગ્રુપ દ્વારા ઉમાં વિદ્યાલયમાં ગુરુપુર્ણીમા ઉજવવામા આવી.

રીપોર્ટર કિરીટ કુમાર બૌધિક ભારત હિંમતનગર

20- 7- 24 શનિવાર ના રોજ જાયન્ટ્સ હિંમતનગર મેટ્રો સહિયર ગ્રુપ દ્વારા ઉમા વિદ્યાલય માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ વિદ્યાર્થીનીઓ દ્વારા દરેક ગુરુઓનું કંકુ ચોખા થી તિલક કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના ક્લાર્ક શ્રી છોટુભાઈ દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને આચાર્યશ્રી તુલસીભાઈએ પણ આ પર્વ નું મહત્વ સમજાવ્યું અને વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમાનું વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ ગુરુઓના આશીર્વાદ મેળવ્યા આમ ખૂબ જ સુંદર રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી દર્શનાબેન પટેલ મંત્રી શ્રી ફાલ્ગુનીબેન ઉપપ્રમુખ અમીબેન ખજાનચી સેજલબેન ભાવીની બેન રીપલબેન લક્ષ્મીબેન રાજેશ્વરી બેન યાદબેન દેસાઈ રેખાબેન સહિયર બહેનો હાજર રહ્યા હતા

Comments (0)
Add Comment