શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય(શિશુમંદિર), પાટણ ખાતે ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત, શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર), શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ, પાટણ ખાતે દિનાંક 20/07/2024, શનિવારના રોજ ભારત વિકાસ પરિષદ, પાટણ તથા શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય(શિશુમંદિર), પાટણના સંયુક્ત ઉપક્રમે ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાઇ ગયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, વંદના અને વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી. વિદ્યાલયના આચાર્યશ્રી મોધજીભાઈ ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના સંયોજિકા દ્વારા વિદ્યાર્થીકાળમાં ગુરુનું શું મહત્વ છે તેની સરસ માહિતી આપી હતી. ગુરુના મહત્વ વિષયે યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર આવેલા વિદ્યાર્થીને શિલ્ડ તેમજ ધોરણ 9 થી 12 ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપરાંત વિદ્યાલયમાં લાંબા સમય સુધી કાર્યકાળ નિભાવવા બદલ દીદી શ્રી અલકાબેન બ્રહ્મભટ્ટનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.અંતમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય ગુરૂજી-દીદીનું પુષ્પાર્ચન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈ પારેખ, કાર્યકમના સંયોજિકા અને સભ્યો તેમજ વિદ્યાલય ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment