સુરત થી રૈયોલી ડાયનાસોર પાર્ક નવી સૂર્યનગરી એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવી

હીરા ઉદ્યોગથી ડાયનાસોર પાર્ક પર્યટન સ્થળ રૈયોલી ને જોડતો બસ રૂટ સૂર્યનગરી એક્સપ્રેસ

રિપોર્ટર શક્તિ સિંહ બૌદ્ધિક ભારત બાલાસિનોર

તારીખ 21-07-2024 ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સુરત થી રૈયોલી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો સુરત ડિવિઝનની એસટી બસ સુવિધા ડાયનાસોર પાર્ક જોવા આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને આ રૂટ ચાલુ કરવામાં આવે છે ત્યારે જરૂરથી આ બસ રૂટ પ્રવાસીઓના ફાયદામાં અને પ્રવાસીઓને મદદરૂપ થશે ગુજરાત સરકારનું એસ.ટી નિગમ મુસાફર જનતાની સુવિધા માટે અનેક નવી બસો તથા અલગ અલગ નવા નવા રૂટને મંજૂરી આપી સુવિધા પુરું પાડી રહ્યું છે. ત્યારે મહિસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું વિશ્વપ્રસિદ્ધ રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ને સુરત થી રૈયોલી એક્સપ્રેસ બસ સેવાનો લાભ પ્રવાસીઓને મળે તે માટે રાજ્ય સરકાર પ્રવાસીઓની ચિંતા કરીને સુરત રૈયોલી ડાયનાસોર પાર્ક એક્સપ્રેસ બસ સુવિધા ચાલુ કરવામાં આવી છે

બસ નો રૂટ – વાયા :કામરેજ ચોકડી
અંકલેશ્વર : ભરૂચ :વડોદરા
વાસદ :સારસા :ઉમરેઠ :ડાકોર
સેવાલિયા : બાલાસિનોર

સુરત થી ઉપડવાનો સમય 6:45 મિનિટ સવારે

બાલાસિનોર પહોંચવાનો સમય 1:15 મિનિટ

રૈયોલી પહોંચવાનો સમય1: 35

રૈયોલી થી રિટર્ન ઉપાડવાનો સમય 2 :45

બાલાસિનોર પહોંચવાનો સમય 3:20

સુરત પહોંચવાનો સમય10:20 રાત્રે સુરત બસ ડેપોમાં પહોંચશે

આ પ્રસંગે ગામના સરપંચના પ્રતિનિધિ કે કે વણકર તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કે પી ચૌહાણ પૂર્વ સરપંચ ગુલાબસિંહ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો ઉપપ્રમુખ તેમજ પત્રકાર છત્રસિંહ ચૌહાણ નાથ સંપ્રદાયના મહંત શિવરામ શૈલેષભાઈ મહેરા પ્રાથમિક શિક્ષક અને ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ ચૌહાણ તેમજ ગામના વડીલો આગેવાનો સૌ કોઈ ઉપસ્થિત રહ્યા અને હર્ષની લાગણી અનુભવી રહ્યા હતા

Comments (0)
Add Comment