તાજેતરમાં અંબાજીમાં ભાદરવી પુનમના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કર્યા હતા તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરની પ્રણાલિકા મુજબ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાશે
લાખો શ્રદ્ધાળુઓ ભાદરવા મહિના દરમિયાન પગપાળા દર્શનાર્થે આવતા હોય છે અને નવરાત્રી પહેલા માતાજીના મંદિરની સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે અને દર વર્ષે માતાજી મંદિર માં પ્રક્ષાલન વિધિ યોજાય છે જેમાં માતાજીના નિજ મંદિરની સાફ-સફાઈ તથા માતાજીના દાગીના સવારીઓ તેમજ સંપૂર્ણ મંદિર ની સાફ સફાઈ કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ 24/ 9/2021 ના ભાદરવા વદ ચોથના શુક્રવારના રોજ નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જે બપોરે 1:30 કલાકે શરૂ થશે આ દિવસે માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબ રહેશે
દર્શન સવારે દર્શન ૭:૩૦ થી ૧૧:૩૦ સુધી અને દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ સુધી ત્યારબાદ માતાજી મંદિરના દર્શન બંધ રાખવામાં આવશે અને ત્યારબાદ ૧:૩૦ કલાકે પ્રક્ષાલન વિધિ શરૂ થશે અને સાંજે ૯:૦૦ કલાકે માતાજીની આરતી કરવામાં આવશે
તેમજ તારીખ 25/09/ 21થી આરતી તથા દર્શન રાબેતા સમય મુજબ થશે