ધાનેરાની મહિલા ઉપર શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરાની મહિલા ઉપર શારિરીક માનસિક ત્રાસ ગુજારતાં ફરિયાદ નોંધાઈ હતી. ધાનેરામાં રહેતી મહિલાના લગ્ન રાજસ્થાનના જાલોર જીલ્લાના સાંચોર તાલુકાના પાંચલા ગામે પિયુષભાઇ ગંગારામભાઇ ત્રિવેદી સાથે સાટા પધ્ધતિથી થયા હતા. જોકે, પતિ સહિત સાસરીપક્ષના હેમીબેન ગંગારામ ત્રિવેદી, પંકજકુમાર ગંગારામ ત્રિવેદી, થરાના ડુવાનો માંગીલાલ દલારામ ત્રિવેદી, જીનલબેન માંગીલાલ ત્રિવેદીએ શારિરીક- માનસિક ત્રાસ આપી દહેજની માંગ કરી ઘરમાંથી હાંકી કાઢી હતી. તેણીએ ચારેય સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Comments (0)
Add Comment