તલોદ તાલુકાના ભીમપુરા માં પુત્ર વિહોણા પિતાને ૮ દિકરીઓ કાંધ દઈ પુત્ર ધર્મ નિભાવ્યો

રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ

સાબરકાંઠા જિલ્લાના તલોદ ના ભીમપુરા ગામે પુત્ર પ્રાપ્તિની ઘેલછા ધરાવતા દંપતિઓ માટે દિકરીઓ પણ પુત્રથી કંઈ કમ નથી ઉદાહરણ પુરૂ પાડયું દિકરી ને ગાય દોરે ત્યાં જાય,દિકરી તો પારકી થાપણ કહેવાય, કહેવાતો સભ્ય સમાજ હજુ પણ દિકરીઓને સાપનો ભારો સમજી બેઠો છે.આ પ્રકારનું માનસપટ ધરાવતા સમાજ માટે પ્રેરણાદાયી કિસ્સો તલોદના ભીમપુરા ગામમાં સામે આવ્યો છે.પુત્ર વિહોણા પિતાને ૮ દિકરીઓ કાંધ આપી દિકરીઓ પણ પુત્રથી કંઈ કમ નથી નો સમાજમાં દાખલો બેસાડી પુત્ર ધર્મ નિભાવ્યો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ તાલુકાના ભીમપુરા ગામના ૮ દિકરીઓના પિતા એવા નાયી જયંતિભાઈ શંકરભાઈ નું અવસાન થતાં હિન્દુ ધર્મમાં દિકરો માતા હોય કે પિતા તેમના અવસાન બાદ તેમને કાંધ આપતો હોય છે.પરંતુ આ નાથી જયંતિભાઈને તો ૮ દિકરીઓ હતી.પુત્ર ન હોવાથી કાંધ કોણ આપશે તે એક સવાલ ઉપસ્થિત લોકોમાં હતો. આ સવાલનો પ્રત્યુત્તર પણ આ દિકરીઓ પાસે જ હતો એટલે જ તમામ દિકરીઓ આજે દિકરો બની સ્વ.પિતાને અંતિમયાત્રા સમયે કાંધ આપી સ્મશાન સુધી સન્માનભેર પહોંચાડી પુત્ર ધર્મ નિભાવતા ઉપસ્થિત સૌ સમાજ આગેવાનો, જ્ઞાતિજનો, ગ્રામજનો પણ પોતાના ચોંધાર આંસુ રોકી શક્યા નહોતા એટલે જ કહેવાયું છે કે દિકરી વ્હાલનો દરીયો આજે તમામ દિકરીઓ સ્વ પિતાને કાંધ આપી પુત્રથી પણ વિશેષ રિતીરીવાજ મુજબ અગ્નિ સંસ્કાર કરી ભગવાન તેમના આત્માને શાંતિ આપે તે માટે પ્રાર્થના કરી દરીયા દિલી દેખાડતા ગામ પંથકમાં કરૂણ તાના દ્રશ્યો જોવા મળ્યા હતા….

Comments (0)
Add Comment