ધાનેરા પ્રાંત અધિકારીએ થરાદ રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલા બે ડમ્પર ઝડપ્યા

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા પ્રાંત અધિકારીએ મંગળવારે ઓવરવલોડ રેતી ભરેલા બે ડમ્પર થરાદ રોડ ઉપરથી ઝડપી પાડ્યા હતા. ડમ્પરોને ધાનેરા પ્રાંત કચેરીમાં લાવી ખાણ ખનીજ વિભાગને દંડ માટે રિપોર્ટ કરાયો છે. ડીસામાંથી ડમ્પરમાં રોયલ્ટી ચોરી અને ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં નદીની રેત ભરી રાજસ્થાન રાજ્ય અને જિલ્લાના અનેક તાલુકામાંલઈ જવાય છે. જેની સામે ધાનેરા પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી છે. ધાનેરાના મુખ્ય થરાદ રોડ પરથી ધાનેરા પ્રાંત અધિકારીએ ઓવરલોડ રેતી ભરેલા બે ડમ્પરોને મંગળવારે ઝડપી પાડયા હતા.આ પકડાયેલ બન્ને ડમ્પરોને ધાનેરા પ્રાંત કચેરીમાં લાવી ખાણ ખનીજ વિભાગને દંડ માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. જો બનાસ નદીના પટમાંથી નિયમો અનુસાર નદીની રેતીનું વેચાણ કરવામાં આવે તો સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ફાયદો થાય તેમ છે.

Comments (0)
Add Comment