રખિયાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવીનાં હપ્તા ખોર રાજનાં દ્રશ્ય ભર બજાર માં મોતનાં દોડતા ઘોડાનાં

રિપોર્ટર દિનેશચંદ્ર શાહ બૌધિક ભારત દહેગામ

ગાંઘી નગર જીલ્લા ના દહેગામ તાલુકાના રખિયાલ ગામ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવી કાનૂન નો બેતાબ બાદશાહ સમજે છે તો ટ્રાફિક નિયમો નો ભંગ રખિયાલ પોલીસ ચોકી ની આગળ થી ઓવરલોડ ભરેલી ઇક્કો નાં દ્રશ્ય જોઇ ને કહી શકાય કે રખિયાલ પોલીસ સ્ટેશન ની હદ માં કોઇ ગાડી ભટકાય કે ઉંધી પડે તો રખિયાલ પોલીસ ને કોઈ ફરક પડે નહિ. ફક્ત ને ફક્ત હપ્તા આવે એટલે અપના કામ બનતા ભાડ મેં જાય જનતા. રખિયાલ બજાર માં ભીડ તો હટાવી નથી શકતા અને ભાદરુંડા ચોકડી જોડે એક પોલીસ કર્મી બીન ઇની ફોર્મ પ્રસનલ ગાડી નંબર GJ 18 BH 5489 લઈ એક જી આર ડી નાં જવાન સાથે ગાડી માં બેઠેલો નજારો જોવાં મળી રહ્યો છે. શું આ પોલીસ કર્મી ઓન ડ્યુટી હશે ખરો ? કે પછી નરોડા થી મોડાસા 150 ઈક્કો ફરી રહી છે તેનો હપ્તો લેવા રખિયાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવી એ બેસાડ્યા હશે તે તો રખિયાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવી જ જાણે. કારણ કે ઇકકો ગાડી માં જેટલા પેસેન્જર ગાડી ની અંદર નથી તેટલા ગાડી ની ઊપર બેસી તે પણ રખિયાલ પોલીસ ચોંકી ની આગળ થી પી એસ આઈ એમ એમ ગઢવી ની રહેમ નજર હેઠળ ગાડી ડ્રાઈવરો બિન્દાસ થી નીકળી રહયા છે. આ જોખમનો જવાબદાર કોણ ? એ જનતા જાણવા માંગી રહી છે

Comments (0)
Add Comment