જમ્મુ કાશ્મીર થી દાંડી નીકળેલી બીએસએફ સાઇકલયાત્રા છાપી પહોંચી..

ઉત્તર ગુજરાત ની જાણીતી ડેરી પ્રોડક્ટ વેપારી હરીભાઈ કોરોટ એ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું.

જમ્મુ કાશ્મીરથી દાંડી નીકળેલી સાયકલ યાત્રા ગુરુવારે છાપી હાઇવે પહોંચી હતી જ્યાં ભરકાવાડાના સ્થાનિક વેપારીએ ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.

જમ્મુ કાશ્મીર દાંડી નીકળેલી સાઇકલયાત્રા માં દેશભરમાં થી 100 જેટલા બીએસએફના જવાનો સાયકલ ચલાવી 15 ઓગસ્ટથી જમ્મુ કશ્મીર થી રવાના થઈ હતી.જે ગુરુવારે છાપી હાઈવે ખાતે પહોંચી હતી જ્યાં માહી પાટિયા નજીક આવેલી પંદર ગામ આજણા ચૌધરી સમાજ વાડી માં વિસામો કર્યો હતો.જ્યાં ભરકાવાડા ના વેપારી હરિભાઈ ચૌધરી દ્વારા ફુલહાર પહેરાવી તમામ ને આઇસ્ક્રીમ ખવડાવી સ્વાગત કર્યું હતું જ્યાં બીએસએફ અધિકારીએ જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ જમ્મુ કાશ્મીર થી દાંડી જવા સાયકલ યાત્રા યોજાઇ હતી જ્યાં 1993 કિલોમીટર કાપી બીજી ઓગસ્ટે ગાંધી જયંતીના દિવસે દાંડી પહોંચ છે જેમનો મુખ્ય ઉદ્દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત, ગ્રીન વિલેજ ક્લિન વિલેજ,આત્મનિર્ભર ભારત,ના સુત્રો સાથે દેશભક્તિના ગીતો સાથે સાયકલ યાત્રા નિકળી હતી જેમાં બીએસએફના ભારતભરના 100 જેટલા સાયકલ સવારોએ સાયકલ પર અલગ-અલગ સ્લોગનો સાથે સાયકલયાત્રા દાંડી તરફ રવાના થઈ હતી દેશ માં એકતા અનેકતા અને દેશહિત ના સંદેશા ને લોકો માં ઉજાગર કરવા આ સમગ્ર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું..

Comments (0)
Add Comment