ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા ઓફસાઈટ મોકડ્રિલ કરવા અંગેદાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ

રિપોર્ટર કિશન મોહનિયા બૌદ્ધિક ભારત દાહોદ

ગેલની ટીમ દ્વારા દાહોદમાં ગેસ લાઈન લીકેજ થવાની ઘટના અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાશે દાહોદ : દાહોદ જિલ્લામાં ગેસ પાઇપ લાઈનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે મોકડ્રીલના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા ઓફસાઈટ મોકડ્રિલ કરવા અંગે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી હતી.ગેલ ટીમ દ્વારા પી પી ટી રજૂ કરીને સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી. મોકડ્રિલ ત્રણ લેવલની હોય છે. જેમાં ત્રીજા લેવલની મોકડ્રિલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેસ્ક્યુ ટીમની જરૂર રહેતી હોય છે. દાહોદ નગર પાલિકા, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા પોલીસ, આરોગ્ય ટીમ, ફાયર વિભાગ સહિતના અન્ય સંબંધિત અધિકારીશ્રીઓના સંકલન વડે તેમજ આયોજન બદ્ધ ઓફ સાઈટ મોકડ્રિલ યોજવામાં આવશે. ગેલ ઇન્ડિયાની દાહોદથી પસાર થતી દૂધમલ થી બડબારાની ગેસ લાઈનને ધ્યાને રાખી મોકડ્રિલ યોજાશે. આ મોકડ્રિલ બેઠક દરમ્યાન નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ ઝાબુઆથી આવેલ ગેલની ટીમ ઉપસ્થિત રહી હતી.

Comments (0)
Add Comment