રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
અબડાસા તાલુકાના રામપર થી ગોયલા જવાનું માર્ગ બિસ્માર હાલતના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.જેમાં ધાર્મિક સ્થળ માતાના મઢ જવાનો મેઈન રસ્તો કહી શકાય તેમ છે પણ આ રોડનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી.માતાનામઢ નું મુખ્ય રસ્તો બિસ્માર હાલત ના કારણે 108 ને પણ કલાકો જેટલો સમય લાગે છે. જો તાત્કાલિક 108 ન પહોંચી શકે તો ઇજાગ્રસ્ત માણસ ની હાલત શું થઈ શકે.જેમાં આ રસ્તામાં ગરડા પંથકના રહેતા લોકો ને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડે છે જેમાં બે થી ત્રણ ફૂટ ના ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે જેના કારણે મોટા વાહનોને પણ મોટી નુકસાની થઈ શકે તેમ છે.