ઢીમામાં ઢીમણનાગ દાદાનો પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાત દિવસનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાયો

રાજપૂત ગોવિંદસિંહ વાવ ઢીમા

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા માં ઢીમણનાગ દાદાનો પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો જેનો આજે છેલ્લો દિવસ હતો જે સાત દિવસથી ચાલતો કાર્યક્રમની અંદર આવનાર યાત્રાળુઓને ચા પાણી અને જમવા સાથેની તમામ વ્યવસ્થાઓ દાતાઓ દ્વારા કોઈપણ જાતની રોકટોક કર્યા વગર આપવામાં આવી રહી છે જય ઢીમણનાગ દાદાના જય ઘોષ થી સમગ્ર નગરી ભક્તિમય બની ગઈ હતી

ત્યારે ઢીમણનાગ દાદા જાણે સાક્ષાત યજ્ઞમાં હાજરી આપતા હોય તેવી રીતે યજ્ઞ કુંડી ના ઉપરના ભાગે બનાવવામાં આવેલ છત ઉપર મધ આવીને બેઠું છે સતત ત્રણ દિવસથી ચાલે છે ત્યારે સતત સાત દિવસથી ચાલેલા કાર્યક્રમ માં કોઈપણ જાતનો અનિછનીય બનાવ બન્યા વગર શાંતિપૂર્ણ પૂર્ણ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો સાત દિવસ ચાલેલા કાર્યક્રમમાં ઢીમણનાગ મંદિર ટ્રસ્ટ તેમજ ઢીમા ગ્રામજનો તરફથી બનાવેલ અલગ અલગ વિભાગોની કમિટી ઓનાં સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમની અંદર એટલી બધી કાળજી રાખવામાં આવી હતી કે તેની કોઈ સીમાઓ રહેતી નથી રાત દિવસ ખડે પગે રહી આવનાર ભક્તજનોને કોઇપણ જાતનો અડચણ ઊભી ના થાય તેમજ કોઈ પણ જાતની વસ્તુની ઘટના પડે તેની પૂરેપૂરી તકેદારીઓ કમિટીઓ દ્વારા રાખવામાં આવી હતી આ કમિટીઓમાં જોડાયેલા તમામ સમાજના સ્વયંસેવકો સ્વયંભૂ પોતાની રીતે આવનાર યાત્રાળુઓને સેવાઓ સતત આપતા રહ્યા હતા ત્યારે બીજી બાજું વાવ પીએસઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ સ્ટાફ તથા જીઆઈડીસી સ્ટાફ સતત સાત દિવસ રાત ચાલેલા કાર્યક્રમ માં પૂરેપૂરી તકેદારી રાખી અને આજે શાંતિપૂર્ણ મહોત્સવ પૂર્ણ યોજાયો

Comments (0)
Add Comment