અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણના ચામડીરોગનાં નિષ્ણાંત ડો .ધનંજય પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની ડો.રમીલા પ્રજાપતિ અને સુરતના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો.યોગેશ ભીંગરાડીયા અને તેમના પત્ની ફ્રેનાબેન ,આમ આ ચાર જણાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી પાટણ નું નામ રોશન કર્યું છે .તા.૨૭ મેં ના રોજ બપોરે લગભગ ૧:૦૦ વાગ્યાના સુમારે માઇનસ ૪ ડિગ્રી તાપમાને EBC પહોચ્યા,તેની ઊંચાઈ સમુદ્રથી ૧૭૫૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે.આ સ્થળે સરેરાશ તાપમાન માઈનસ ૧૫ ડિગ્રીથી +૧૫ ડિગ્રી જેટલું હોય છે.આવા ટ્રેકિંગમા જેમજેમ આગળ વધતા જઈએ તેમતેમ ઊંચાઉની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી હોય છે.આવા ઊંચાઈવાળા પ્રદેશમાં જતા પહેલા ઘણા લાંબા સમયથી શારિરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની સમયાતરે કસરતો,યોગ તથા પ્રાણાયામ વગેરેનો લાંબો અભ્યાસ કરવો પડે છે ,કારણકે જેમ જેમ ટ્રેકિંગની ઊંચાઈ વધે તેમ તેમ વાતાવરણમા ઓક્સિજનની માત્રા દિવસે દિવસે ઘટતી જાય છે,તેથી શારિરિક શ્રમની સાથે સાથે માનસિક રીતે પણ મનોબળ મજબૂત કરવું પડે છે.તૈયારીના છેલ્લા મહીનામા ૧૨૦ માળ સીડી ચડઉતર કરવાની કસરતથી માંડીને ઊંડા શ્વાસો શ્વાસ લેવાનો યોગાભ્યાસ કરવો પડે છે.
દર રવિવારે સત્તત ટ્રેકીંગના કપડાં ,બેગ તથા ફુલલેન્થના હોલબૂટ પહેરીને ૩ થી ૫ કલાક ચાલવાની પ્રેક્ટિસ પણ કરવી પડી હતી,જેમાં છેલ્લા મહિનામા ૩ કિલો વજન બેગપેકમા લઇને કઠિન અભ્યાસ કરવો પડયો હતો
ડો.ધનંજય પ્રજાપતિના કહેવા પ્રમાણે તેઓ કોવિડની બિમારીમાંથી સાજા થયા પછી ફેફસાની કેપેસિટી તદ્દન ઘટી ગઈ હતીતેથી તેમણે તેને સુધારવાના ભાગ રૂપે એ વખતેજ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની ઈચ્છા થવાથી સતત બે વર્ષથી ચાલવાથી માંડીને દોડવા સુધીની કસરતો ચાલુ કરી દીધી હતી.આ અભિયાનમા સાથ આપવા માટે તેમના પત્ની ડો.રમીલા પ્રજાપતિ પણ જોડાયા અને સુરતથી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો.યોગેશ ભીંગરાડીયા પણ સજોડે તેમના પત્નીફ્રેનાબેન સાથે જોડાયા હતા
EBC (એવરેસ્ટ બેઝ કેમ્પ) ટ્રેકિંગની શરૂઆત નેપાળના કાઠમંડુથી વિશ્વના સૌથી ભયાવહ ગણાતા એવા લૂકલા એરપોર્ટ કે જેનો રનવે સૌથી નાનો છે તથા રનવે પૂરો થાય ત્યાં જ બહુ મોટી ખીણ છે ! તે પણ એક રોમાંચિત કરી દેતો અનુભવ હતો ! વિમાનના સફળ ઉતરાણ પછી એવરેસ્ટ બેઝ કેમ્પ જવાનો રસ્તો શરૂ થાય છે જેમાં દૂધકોસી નદીથી માંડીને થામશેકુ(૨૧૭૧૯ ફીટ),માઉન્ટ એવરેસ્ટ(૨૯૦૨૯ ફીટ),લ્હોટ્સે(૨૭૯૦ ફીટ),નૂપ્સએ(૨૫૭૭૧ ફીટ),એમા ડેબલમ(૨૨૩૪૯ ફીટ),મકાલુ( ૮૪૮૫મીટર) અને પુમોરી(૭૧૮૪ મીટર) વગેરે બર્ફીલા પહાડોની વચ્ચેથી શરૂ થઈ ખૂબજ પ્રાથમિક સગવડો ધરાવતી નાની નાની લાકડાની પાતળી દીવાલો ધરાવતી ટી હાઉસ મા રાતવાસો કરી આગળ વધતા છેલ્લે એવરેસ્ટ બેઝ કેમ્પ પહોચવા સુધીની કઠીન સફર કરવી તે પણ અભિનંદનને પાત્ર છે.ટ્રેકના દરેક તબક્કે શારિરિક થાકની સાથે ઓક્સિજન લેવલ ઘટતું જવાની ચાલવાની તકલીફ તો પડતી હતી પણ રાત્રે ઓક્સિજનનું પ્રમાણ દિવસ કરતા પણ ઓછુ થાય તેથી સુવામાં પણ તકલીફ પડતી હતી! દર ૩ કલાકે ઊંઘ ઉડી જતી હતી અને ઊંડા શ્વાસ લેતા ૩૦ મિનીટ જેટલું જાગવું પડતું અને ફરી થી શ્વસન નોર્મલ થતા સૂઈ જતા !! આવું છેલ્લી ૩ રાત્રિ વિતાવી હતી.
આ પ્રકારના અતિ કઠિન ટ્રેક એટલેકે વિશ્વના સૌથી મુશ્કેલ ગણાતા EBC ટ્રેક કરવાથી એક (હોલિસ્ટિક હેલ્થ) સર્વાંગી તંદુરસ્તી સુધારવા માટેનો સમાજને સંદેશ આપે છે જેથી કરીને આવા ટ્રેક કરવાથી શારિરિક તથા માનસિક એમ સર્વાંગી સ્વાસ્થ્ય સુધારવા અનેકરીતે મદદરૂપ થતું હોવાનું ડો.ધનજય પ્રજાપતિ એ જણાવ્યું હતું