પાલનપુર સિવિલમાં નર્સિંગની 4 છાત્રા સહિત પાલનપુરમાં ડેન્ગ્યુના 31 કેસ નોંધાયા

પાલનપુર સિવિલ હોસ્પિટલની ચાર નર્સિંગ સ્ટુડન્ટનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે પોરા શોધવાની તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. એકલા પાલનપુર તાલુકામાં ડેન્ગ્યુના 31 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ,દવા છંટકાવ સહીતની કામગીરી હાથ ધરાઇ છે. શહેરના સિવિલ માનસરોવર માર્કેટયાર્ડ વિસ્તારમાં વધુ કેસો હોવાથી 14 ટીમો કામે લાગી છે.વરસાદ બાદ હવે ડેન્ગ્યુ ના કેસોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે પાલનપુર તાલુકામાં રોજેરોજ ખાનગી હોસ્પિટલમાં તાવ શરદીના કેસો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

પાલનપુરમાં આવેલી નર્સિંગ કોલેજની 4 છાત્રાને ડેન્ગ્યુના લક્ષણો જણાઇ આવતા તેમનો રીપોર્ટ કરાવવામાં આવતા ડેંગ્યુ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગની જુદી જુદી ટિમો દ્વારા નર્સિંગ કોલેજ આસપાસ જમા થયેલા ચોખ્ખા પાણીમાં પોરનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત જેમને તાવ-શરદી હતી તેવા છાત્રાના પણ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો. દીપકભાઈ અનાવાડિયા એ જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર તાલુકામાં ડેન્ગ્યુના 31 એક્ટિવ કેસ છે.

જેમાં સૌથી વધુ પાલનપુર શહેરમાં 23 કેસ છે. જ્યારે અર્બન 1માં 12 અને અર્બન 2માં 13 કેસ છે. ડેન્ગ્યુના કેસોની રોકથામ માટે ચોખ્ખા પાણીમાં જમા થયેલા પોરા શોધવા માટે શહેરમાં 14 ટીમો કામ કરી રહી છે એ ઉપરાંત બે મહિના માટે 70 કર્મચારીઓ વધારાના રાખવામાં આવ્યા છે જેઓ પોરા નાશ કરવાનું કામ કરી રહયા છે. “

Comments (0)
Add Comment