દિનેશ પટેલ અરવલ્લી
બાયડ નગરમાં બાયડ બસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા બુટલેગર પાસેથી બિયરના 30 ટિન ઝડપાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ પોલીસે બાતમી આધારે બાયડ બસ સ્ટેશનમાં વહેલી સવારે વાૅચ રાખતાં બાયડ બસ ડેપો વિસ્તારમાં બસમાંથી ઉતરીને ચાલતી જતી બાયડની કુખ્યાત મહિલા બુટલેગર આરતી પ્રેમ સલાટ રહે ભૂખેલ રોડ બાયડની તલાશી લેતાં તેની પાસેથી બિયરના 30 ટીન ઝડપાયા હતા જેની કિંમત રૂ.5280/- નો મુદ્દામાલ કબ્જે કરી બાયડ પોલિસે મહિલા બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.