દીપક તિવારી પાવાગઢ પંચમહાલ
પોલીસે એક આરોપીની કરી અટકાયત સમગ્ર મામલામાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું ખુલ્યું
હાલોલ તાલુકાના કાકલપુરા ગામે આવેલ નાળામાંથી ગત તારીખ 03/06/2024 ના રોજ સવારે હાલોલ તાલુકાના નવાકુવા ગામે રહેતા 19 વર્ષીય કીર્તન કુમાર વિષ્ણુભાઈ બારીયાની લાશ મળી આવી હતી જેમાં કિર્તનનીના મૃતદેહ પાસે તેઓની બાઈક પડેલી હતી જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત સર્જાયો હોય તેવી ઘટના આસપાસ થી પસાર થતા લોકોને જોવા મળી હતી પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરતા કીર્તનના માથાના ભાગે કોઈ હથિયાર વડે ગંભીર ઘા કરી તેની હત્યા કરાઈ હોવાનું અને તેના શરીરના અન્ય ભાગો પર પણ કોઈ વસ્તુઓ વડે ઇજા કરાઈ હોવાના નિશાન મળી આવ્યા હતા જેમાં કીર્તનના માથામાં કોઈ હથિયાર વડે ઘા કરી તેની હત્યા કરાઈ હોવાનું પાવાગઢ પોલીસને જોવા મળતા પોલીસે કીર્તનના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી જીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી રહેલી પાવાગઢ પોલીસના હાથે સફળતા હાથ લાગી હતી
અને બનાવના ચોથા દિવસે આજે ગુરુવારે કીર્તનની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો જેમાં સમગ્ર મામલામાં પ્રેમ પ્રકરણને લઈને કીર્તનની ઘાતકી હત્યા કરાઈ હોવાનો ભેદ ખુલવા પામ્યો છે જેમાં કીર્તનને એક સગીર વયની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો જેને લઇને કીર્તનનો કાંટો કાઢવા માટે ઘોઘંબા તાલુકાના વાવ ગામે રહેતા નિમેશ સુરેશ બારીયાએ કાવતરું રચી પોતાના ત્રણ મિત્રો કમલેશ નરવત બારીયા રહે. વાવગામ,તાલુકો ઘોઘંબા,સુમિત રમેશ બારીયા રહે.ઝાબ ગામ તાલુકો ઘોઘંબા અને કમલેશ નરવત બારીયા રહે.ઝાબ ગામ તાલુકો ઘોઘંબાની મદદ લઈ ફોન પર ઝઘડો કરી કિર્તનને પૂર્વ આયોજિત કાવતરાના અનુસંધાને હાલોલ તાલુકાના કાકલપુર ગામે બોલાવ્યો હતો જેમાં તારીખ 03-06-2024 ના અંદાજે રાત્રિના 12:00 વાગ્યા પછીના સુમારે કાકલપુર ગામે પહોંચેલ કીર્તન પર તેની હત્યાનું આયોજન કરીને બેસેલા નિમેષ બારીયા,કમલેશ બારીયા,સુમિત બારીયા અને અન્ય એક કમલેશ બારીયા મળી કુલ 4 મિત્રોએ અચાનક જ હુમલો કરી લાકડીઓ વડે તેમજ ચેનકપ્પાની મદદથી તેને માર મારી તેના માથાના ભાગે ગંભીર ઘા કરી તેની નિર્મમ હત્યા કરી હતી અને કાકલપુર ગામે આવેલા નાળામાં કીર્તનના મૃતદેહ અને તેની બાઈકને ફેંકી દઈ ચાલાકીપૂર્વક હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાવાગઢ પોલીસની ધનિષ્ઠ અને ઝીણવટભરી પૂછપરછ તેમજ તમામ દિશોમાં હાથ ધરેલ તપાસના અંતે ઠંડા કલેજે પૂર્વયોજિત કાવતરું રચી કીર્તનની ઘાતકી હત્યા કરનાર ચાર આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધાર નિમેષ સુરેશ બારીયાને આજે પાવાગઢ પોલીસે ઝડપી પાડી અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડવાનો છે ગતિમાન કર્યા છે