પાટણ માં સ્ટેરિગ પરનો કાબૂ ગુમાવતાં કાર પદ્મનાભ ચાર રસ્તા નજીક કેનાલમાં ખાબકી

અલ્પેશ શ્રીમાળી પાટણ

કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો

પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસે એક વિચિત્ર અને દિલધડક અકસ્માત ની ઘટના બની જેમાં એક કાર ચાલકને ગાડી બેકાબૂ બનતા અકસ્માત ના ડરના કારણે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં ખાબકી હતી જોકે આ ઘટનામાં કારમાં બેઠેલ પરિવારનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે નર્મદા સુજલામ સુફલામ આધારિત ખોરસમ પાઇપ લાઇન દ્વારા પદ્મનાભ ચાર રસ્તા પાસેની કેનાલ મારફતે સિધ્ધિ સરોવરમાં પાણી પહોંચાડાય છે. પદ્મનાભ ચોકડી પાસેની આ કેનાલમાં ચાણસ્મા તરફથી આવી રહેલ એક ફોર વ્હીલ ગાડીના ચાલકને આગળ જતી એસટી સાથે અકસ્માત નો ડર ઉભો થતાં તેને ગાડીને રોડ સાઈડ ઉતારતા સ્ટેરિગ પરનો કાબુ ગુમાવતા કાર પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં ખાબકતા ધટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં જોકે આ અકસ્માતમાં કારમાં બેઠેલ પરિવારનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મોડી સાંજે સજૉયેલ આ અકસ્માત માં અંધારું થતા ગાડીને કેનાલ માથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.

Comments (0)
Add Comment