તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”ઉજવણી કરાઇ

નરેન્દ્ર પવાર ડાંગ

આહવા: તા: ૬: તારીખ ૫ મી જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે હરિયાળી ગૃપ ટ્રસ્ટ, બીલીમોરા દ્વારા ડાંગ જિલ્લાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

દરમિયાન અહી મોટા ઘટાદાર વૃક્ષોનું વાવેતર, મિયાવાકી જંગલ, અને વરસાદી જળ સંચયના પ્રકલ્પનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે બ્રહ્મવાદિની સુશ્રી ડો. હેતલ દીદી, આચાર્ય શ્રી કેતન દાદા, શ્રી નિતીનભાઇ મહેતા, તેમજ હરિયાળી ગૃપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment