અલ્પેશ શ્રીમાળી પાટણ
પર્યાવરણ બચાવો અને લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિ ને બચાવવાના સંકલ્પ ગ્રહણ કરાયા
તા.૫ જુન વિશ્વપર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં રોટરી કલબ ઓફ પાટણ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે વૃક્ષ વાવો, પયૉવરણ બચાવો, આપણું પાટણ હરિયાળું પાટણ અને લુપ્ત થતી થતી ચકલીઓને બચાવવા ના પ્રયાસ રૂપે પાણીના કુંડા,ચકલીના માળા અને તુલસીના રોપાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
રોટરી કલબ પાટણ દ્રારા બગવાડા દરવાજા ખાતે આયોજિત આ સેવા કાયૅમાં ૪૦૦ પાણીના કુડા, ચકલીના માળા અને તુલસીના છોડ નું વિતરણ કરવાની સાથે પયૉવરણ ના જતન અને લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાના સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યો હતો.વિશ્વ પયૉવરણ દિવસ ની ઉજવણી ના આયોજન ને સફળ બનાવવા રોટરી કલબ પાટણ ના પ્રમુખ જુજારસિંહ સોઢા,ડો. બાબુભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ જોશી, ભગાભાઈ પટેલ, જયરામભાઈ દેસાઈ, રાજુભાઈ મોદી સહિત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.