રાધનપુરનાં કોણશેલા ગામે નીલ ગાયની બંદૂકની ગોળી મારી હત્યા કરાતાં ગ્રામજનોમાં ભારે રોષ

અલ્પેશ શ્રીમાળી પાટણ

પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના કોણશેલા ગામ ખાતે અજાણ્યા ઈશમો દ્રારા શનિવાર નાં રોજ રાત્રે બંદૂકની ગોળીએ નીલ ગાયની હત્યા કરી ભાગી છુટયા હતા. બંદૂકનો અવાજ સાંભળીને ગ્રામજનોએ કોઇ પ્રાણીની હત્યા થઇ હોવાની આશંકાને પગલે તાત્કાલિક ગામજનોએ નાકાબંધી કરી હતી અને અજાણ્યા કારમાં સવારો શખ્સોને રોકવાનો પ્રયત્ન કરતાં કાર મૂકી શખ્સો નાસી છૂટ્યા હતા. અને કારની તોડફોડ કરી ચેક કરતા ગાડીની અંદરથી માસ મળી આવ્યું હતું. આ બનાવની જાણ ફોરેસ્ટ અધિકારીને કરતા તેઓએ ઘટના સ્થળે આવી તપાસ કરી વન વિભાગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રાધનપુર તાલુકાના કોણશેલા, શેરગંજ ગામે શનિવારે મોડી રાત્રે ગામની સીમમાં બંદૂકના ભડાકાનો અવાજ આવતાં ગ્રામજનો ભડક્યા હતા. આ અવાજ સાંભળી સમગ્ર ગામજનો એકઠા થઈ કોઈ પ્રાણીની હત્યા થઈ હોવાની આશંકાને પગલે તત્કાલ દોડી આવી નાકાબંધી કરી કરી હતી. ત્યારે અજાણ્યા શખ્સો કાર લઇ આવતા જોઇ ગ્રામજનો એ તેમને રોકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ટોળાને જોઇ કારચાલક સહિતના શખ્સો કાર મૂકી ભાગી છુટ્યા હતા. ત્યારબાદ ગામજનો દ્વારા કારના કાચ તોડી નાખી ટાયરોમાંથી હવા કાઢી નાખી હતી અને ગાડીની તપાસ કરતા તેમાંથી એક માસ ભરેલું મળી આવ્યુ હતું.

આ બનાવની જાણ રાધનપુર આરએફઓ જયેશભાઈ ચૌધરી ને કરી હતી તેઓ સ્થળ ઉપર આવી પશુ ડોક્ટર બોલાવી મૃત પશુનું પીએમ કરાવ્યું હતું જેના પ્રાથમિક રિપોર્ટમાં ડોક્ટરે જણાવ્યું હતું કે પશુને ગોળી વાગવાથી મોત થયું છે. મૃત પશુના વિશેરા લઈ એફએસ એલમાં મોકલ્યા છે. ત્યારબાદ પંચોની હાજરીમાં મૃત પશુની દફનવિધિ કરી હતી. આ અંગે વન વિભાગમાં આ ગાડી ચાલક તમામ શખ્સો સામે એફ ઓ આર અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી આર એફ ઓ જયેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ બનાવમાં આરોપીને ત્રણ વર્ષની જેલ અથવા એક લાખ રૂપિયા દંડની જોગવાઈ છે. કારમાંથી માંસ મળી આવ્યુ, વન વિભાગની ટીમે ફરિયાદ નોંધીને નીલગાયના વિશેરા એફએસએલમાં મોકલી આપ્યા.. સ્થાનિક પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અવારનવાર નીલ ગાયોની સીમમાં હત્યા થતી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. આ વાતને લઈ ગ્રામજનો ખૂબ જ ગંભીર હતા એટલે શનિવારે રાત્રે ભડાકા નો અવાજ સંભળાતા જ ગામજનો એકઠા થઈ ગયા હતા.અને નક્કી કર્યું કે નિલ ગાયના હત્યારા ઓને છોડવા નથી.આજે આ લોકોને પકડીને પોલીસના હવાલે કરવાના આયોજનથી પકડવાનો પ્લાનિંગ કર્યો હતો પણ તેઓ ગાડી મૂકી નાસી છૂટ્યા હતા.

Comments (0)
Add Comment