જાણવા મળ્યા મુજબ જોધસરગામ ના ભક્તને રાત્રે સ્વપ્ન માં કૈક સંકેત થતાં પુરાતન મંદિરના જ્યાં અવશેષ છે ત્યાં ઝાડ નીચે એક સાપ વારમ વાર બખોલમાં પ્રવેસતા જોવા મળ્યો હતો તો ત્યાં એ લોકોએ થોડુક ખોદવાથી ભગવાનનું મસ્તક દેખાયું હતું તો અને ભગવાનની મૂર્તિ લાગતા એમને મૂર્તિને બહાર કાઢીને નવડાવીને ત્યાં દર્શન માટે સ્થાપના કરી હતી…..
ત્યાં જે પૂજારી બેસે છે જેમનું નામ કોદરવી ભોજાભાઈ જોરભાઈ જેઓની વધુ માં જણાવતા કહ્યું કે તેઓ આખા શ્રાવણમાસ દરમિયાન ત્યાં ખાધા પિધાવગર આખો માસ ભગવાનનું ભજન કીર્તન કર્યું હતું અને ત્યાં દર શનિવારે રાત્રે ભજન મંડળી કરીએ છીએ અને ત્યાં મોટા પાયે જમણવાર પણ રાખ્યો હતો
સમગ્ર ઘટનાની જાણ થતા આજુ બાજુ તથા દૂર દૂર થી લોકોના ટોળેટોળાં ત્યાં આવવા લાગ્યા હતા