લ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા કાર્યક્રમ મને જાણો ઉપર લેખક રામભાઈ જાસપુરાનાં વાર્તાસંગ્રહ “મેઘધનુષ્યનો આઠમો રંગ’ની બોધાત્મક ગ્રામ્ય ચેતનાનું નિરુપણ કરતી ટૂંકી વાર્તાઓ ઉપર કહોડાનાં વતની નિવૃત્ત આચાર્ય ગુણવંતસિંહ ઠાકોરે હૃદયગમ્ય પ્રકાશ પાડયો હતો.શરુઆતમાં લાઇબ્રેરીના કારોબારી સભ્ય અને પાયાના કાર્યકર એવા સ્વ. સુરેશભાઈ દેશમુખના અવસાન નિમિત્તે બે મીનીટનું મૌન પાળી તેમના યોગદાન વિશે પ્રમુખે જાણકારી આપી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તો અન્ય સભ્યોએ પણ સુરેશભાઈની વાતોને યાદ કરી અદના માનવી ગુમાવ્યાનું દુઃખ વ્યકત કર્યું હતું.વકતા ગુણવંતભાઈએ જુદી જુદી ચાર વાર્તાઓ જેવી કે “જોડા” જેમાં પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ, વિરહ, સામાજીક હઠ, લાગણીશીલતા, ન્યાય, મિલનનું સુંદર આલેખન કર્યું છે.
બીજી વાર્તા “માટી”માં લેખકે ખેડૂતની વાર્તા દ્વારા જમીન પ્રત્યે પ્રેમની ધારદાર રજુઆત કરી છે. જયારે ત્રીજીવાતા કાંસુ દ્વારા ગ્રાય જીવનમાં અસ્પૃશ્યતાની વર્ણભેદની વાત રજુ કરી છે તો ચોથી વાર્તા બગડેલું પેટમાં ગ્રામ્યજીવનની ગરીબાઈની કથાનું વર્ણન કરી સમાજ જીવન ઉપર પ્રહાર કર્યો છે. આમ વકતાએ ખૂબ જ સચોટ રજુઆત કરી જણાવ્યું હતું કે, બાળકોને સંસ્કાર ચાર દિવાલો વચ્ચે નહીં પણ જાહેરમાં કેવી રીતે રહેવું તે પ્રમાણે આપવું જોઈએ.આ પ્રસંગે મહેસાણાના પૂર્વ સંસદ સભ્ય શ્રીમતી જયશ્રીબેન પટેલે ખાસ હાજર રહી વકતાનું સન્માન કર્યું હતું તેમજ મોટીસંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહયા હતા.