વિજય ઠક્કર અમદાવાદ
ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા રોટરી કલબ ડિસ્ટ્રિક્ટ 3055 તથા સંજીવની-લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થા ના સહયોગ મા “વિશ્વ તમાકુ નિષેધ દિન ” નિમિત્તે 2 જુન ના રોજ કાંકરિયા તળાવ ફરતે એક રેલી નુ આયોજન કરવામા આવેલ હતુ. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ના 150 થી વધુ સભ્યો સહિત કુલ્લે 400થી વધુ લોકો તમાકુ ની આડઅસરો અંગે જાગ્રુતિ ફેલાવવા આ રેલીમા જોડાયેલ હતા. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ ના ડાયરેક્ટર શ્રી ડો. શશાંક પંડ્યા, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ના ગવર્નર શ્રી મેહુલ રાઠોડ અને સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ના અમદાવાદ ખાતેના ચીફ કોઓર્ડીનેટર શ્રીમતી હરસીમરને આ રેલી ને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવેલ.
આ કાર્યક્રમમાં રોટરી કેપિટલ ક્લબ ઓફ ગાંધીનગરના રોટેરીયન ઇલાબેન વોરા કે જેઓ કેન્સર અવેરનેસના કાર્યક્રમો ખૂબ લાંબા સમયથી કરતા આવ્યા છે, તેઓએ પણ સક્રિય ભૂમિકા નિભાવેલ હતી.