મેઘરજ માં ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર નરેશ ખરાડી બૌદ્ધિક ભારત મેઘરજ

મેઘરજ, યુવા એકતા ગ્રુપ ડામોર ઢુંઢા ના ઉત્સાહી યુવકો દ્વારા ભાથીજી મહારાજના મંદિરના પ્રાંગણમાં ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, હાઈ સ્કૂલના પ્રિન્સિપલ તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા. આ વિસ્તારના 45 વિદ્યાર્થીઓને પેન્સિલ રબર અને પેડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. હાજર મહેમાનોએ વિદ્યાર્થીઓને સકારાત્મક વિચારધારા તરફ આગળ વધી શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવી

Comments (0)
Add Comment